News Portal...

Breaking News :

ડભોઈ મા ઘોળા દિવસે ચોર ચોરી ગયો અને પોલીસે ગણતરી ની કલાકોમા પકડી લીધો

2024-04-16 12:07:28
ડભોઈ મા ઘોળા દિવસે ચોર ચોરી ગયો અને પોલીસે ગણતરી ની કલાકોમા પકડી લીધો

ડભોઇ ટાઉન વિસ્તારમાં વૃદ્ધ મહિલા અને તેમના પતિ ઘરમાં જ હતા. તેવામાં અચાનક અવાજ આવતા તેઓ દોડ્યા તે દિશામાં દોડ્યા હતા. ઘરમાં જઇ જોયું તો એક અજાણ્યો શખ્સ દેખાયો હતો. વૃદ્ધાએ બુમ પાડતા તે શખ્સ નાસી છુટ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે ડભોઇ પોલીસ મથક માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા જે બાદ જ ચોર પકડાઈ ગયો હતો.

માતા સાથે વાત કરી સ્થિતી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ડભોઇ પોલીસ મથકમાં અંકિતભાઇ ઇન્દ્રવદનભાઇ પટેલ (ઉં. 39) (રહે. વૃંદાવન સોસાયટી, બસ સ્ટેન્ડની સામે ડભોઇ ટાઉન) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની લેબોરેટરી ચલાવે છે. માતા-પિતા અને સંતાન પણ સાથે જ રહે છે. 11 એપ્રિલે તેઓ ઓફિસમાં હતા. તેવામાં પત્નીનો ફોન આવ્યો કે ઘરમાં ચોરી થઇ છે. જે બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા. અને માતા સાથે વાત કરી સ્થિતી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

બુમ પાડતા જ તે નાસી ગયો હતો 

માતાએ જણાવ્યું કે, તેઓ ઘરના પહેલા માળે ઘઉંમાં દિવેલ લગાડતા હતા. અને પિતા નીચે બેડરૂમમાં સુતા હતા. તે સમયે ઘરની આગળની જાળી બંધ રાખી હતી. બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં અવાજ આવતા તેઓ નીચે ગયા હતા. જ્યાં જોતા પાછળનો દરવાજો ખુલ્લો હતો. અંદર જઇ જોતા એક ચેક્સ સફેદ અને કાળા કલરનો શર્ટ અને જિન્સ પહેરેલો શખ્સ ઘરમાં દેખાયો હતો. તેને બુમ પાડતા જ તે નાસી ગયો હતો. જે બાદ બુમાબુમ કરતા સોસાયટીના લોકો એકત્ર થઇ ગયા હતા. અને ફોન કરીને પરિજનોને આ અંગે જાણ કરી હતી.અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

ઘરમાં જઇ જોતા કબાટોમાં મુકેલો સામાન વેર વિખેર હાલતમાં હતો. તપાસ કરતા તિજોરીમાં મુકેલા સોના, ચાંદી, રોકડ ગાયબ હતું. રોકડા રૂ. 2 લાખ, મોબાઇલ, સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 3.20 લાખનો મુદ્દામાલ ગાયબ થયો હોવાનું ધ્યાને આવ્યુું હતું. આખરે ઉપરોક્ત મામલે ડભોઇ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તેને પકડી પાડ્યો હતો અત્રે નોંધનીય છે કે, હવે ઘરમાં લોકો હોય છતાં પણ તસ્કરો બેખૌફ બનીને હાથફેરો કરી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. પહેલા ઘરમાં કોઇ ન હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી.

Reporter:

Related Post