આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સરકારી ઇમારતો પાસે પાન પડીકી ખાઈને પિચકારી મારતા શખ્શો અને ઓફિસમાં પાન પડીકી ખાતા લોકો મામલે ટકોર કર્યા બાદ વડોદરાના ચિરાગ બારોટ દ્વારા પાન પડીકી ખાઈને ઓફિસમાં આવવું નહીં તેવું બેનર લગાવ્યું હતું.
ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક સમાચાર પત્રનો અહેવાલ ટાંકીને જણાવ્યું હતું કે સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને ન આવવું જોઈએ અને ગમે ત્યાં પિચકારી ન મારવી જોઈએ. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકામાંથી મેયર પિન્કી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપસ્થિત હતા.
ત્યારે ચિરાગ બારોટ એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી છે કોઈ સૂચના આપવામાં આવી નથી જેથી મને એવું લાગ્યું કે આ મામલે મારે પણ મારી ઓફિસ બહાર આ પ્રકારની જાગૃતિ ફેલાવવી જોઈએ જેથી પાન પડેકી ખાઈ ને આવવું નહીં તેવું બેનર લગાવ્યું છે.
Reporter: News Plus