નાગપુર : મહારાષ્ટ્રના નાગપુરમાં એક ફટાકડા ફેક્ટરીમાં 10 લોકો કામ કરી રહ્યા હતા, ત્યારે વિસ્ફોટ થયો હતો, જેમાં છ કર્મચારીના મોત થયા હતા, જ્યારે ચાર લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને બે પુરુષ સામેલ છે. મૃતકોની ઓળખ પ્રાપ્રાંઝલિ મોદરે (22), પ્રાચી ફાલ્કે (20), વૈશાલી ક્ષીરસાગર (20), મોનાલી આલોન (27) અને પન્નાલાલ બંદેવાર (50) તરીકે થઈ છે. ગંભીર ઈજાગ્રસ્તોમાં શીતલ ચપત (30), દાનસા મરસ્કોલ્હે (26), શ્રદ્ભા પાટીલ (22) અને પ્રમોદ ચાવરે (25)નો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચારેયની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.બનાવતી ફેક્ટરીમાં ધડાકાભેર વિસ્ફોટ થતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં સ્થળ પર જ છ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ચાર લોકોની હાલ ગંભીર છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટના બપોરે એક વાગ્યા બની હોવાની વિગતો સાંપડી છે.
*પેકેજિંગ વિભાગમાં દારુખાનું પાસે આગ લાગ્યા બાદ વિસ્ફોટ*
મળતા અહેવાલો મુજબ હિંગના તાલુકાના ધામનામાં ચામુંડી એક્સપ્લોસિવ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરી આવેલી છે, જેમાં ફટાકડા બનાવવાનું કામ થાય છે. રાબેતા મુજબ આજે ફેક્ટરીમાં ઘણા કર્મચારીઓ કામ કરવા પહોંચ્યા હતા, જ્યાં બપોરે એક વાગ્યાની આસપાસ ફેક્ટરીના પેકેજિંગ વિભાગમાં આગ લાગી ગઈ હતી. અહીં દારુખાનું હોવાના કારણે જોરદાર બ્લાસ્ટ થયો હતો.
એવું પણ કહેવાય છે કે, જ્યારે બપોરે ભોજનનો સમય થયો ત્યારે બધા જમવા બેઠા હતા, ત્યારે આ બ્લાસ્ટ થયો.
Reporter: News Plus