News Portal...

Breaking News :

શહેરનાં ગોરવા વિસ્તારમાં આવેલા નર્મદા નિગમની કોલોનીના પાણી અને ગટર કનેક્શન કાપી નખાયા તંત્ર સુવિધાઓ આપતી તો નથી જ પરંતુ સુવિધાઓ છીનવી લે છે

2024-06-13 23:04:48
શહેરનાં ગોરવા વિસ્તારમાં આવેલા નર્મદા નિગમની કોલોનીના પાણી અને ગટર કનેક્શન કાપી નખાયા  તંત્ર સુવિધાઓ આપતી તો નથી જ પરંતુ સુવિધાઓ છીનવી લે છે





વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં નર્મદા નિગમના આવાસોનું પાણી કનેક્શન અને ગટર કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીંના આવાસો જર્જરિત હોવાના કારણે ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા સુવિધાઓ તો આપવામાં આવતી નથી અને સુવિધાઓ છીનવી લેવામાં આવતી હોવાનો આક્રોશ લોકોમાં જોવા મળ્યો હતો. 




*જર્જરિત મકાનોને બદલે રી ડેવલપમેન્ટની સ્કીમ મુકાય છે પરંતુ વર્ષો સુધી બનતા નથી* 


વડોદરા શહેરમાં અનેક જર્જરિત મકાનો છે જેને તોડી રી ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવે છે પરંતુ તે માત્ર વાતો જ હોય છે. રી ડેવલપમેન્ટ વર્ષો વીતી જવા છતાં થતું નથી અને જે લોકો ઘર વિહોણા બને છે તેઓના માથે આભ તૂટી પડે છે. પરંતુ તંત્રને તેની પડેલી હોતી જ નથી. એ તો માત્ર સત્તામાં જ મદમસ્ત જોવા મળે છે. શહેરમાં ચોમાસા પહેલા 4000 થી વધુ ઈમારતોને નિર્ભયતા નોટિસ બજાવવામાં આવી છે. અને આ ઇમારતો ઉતારી લેવા થવા સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ કેટલાક મકાન ધારકો માનતા નથી અને તેના કારણે તંત્ર દ્વારા તેઓના પાણી કનેક્શન અને ગટર કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોરવા ખાતે નર્મદા નિગમના આવાસો ખાતે ગુરુવારના રોજ કામગીરી કરાઈ હતી. 





ઉલ્લેખનીય છે કે તંત્રની નજર આવા અનેક જુના આવાસો ઉપર છે જેને રી ડેવલપમેન્ટ કરવાના ઓથા હેઠળ બિલ્ડર લોબીને મસમોટી રકમમાં આપી દેવાની ફિરાક ચાલી રહી છે. સસ્તા ભાવની જમીનના કરોડો રૂપિયા ઉપજાવવાની પેરવી કરવામાં આવી રહી છે. રી ડેવલપમેન્ટ ના નામે મકાનો ખાલી કરાવવામાં આવે છે અને પછી 5 - 5 વર્ષ સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આવા અનેક કિસ્સાઓ છે. શહેરમાં અનેક મકાનધારકો રઝળી ગયા છે. ત્યારે તંત્ર પહેલા સુવિધા આપે અને બાદમાં સુવિધા છીનવે તેવી લાગણી છે.

Reporter: News Plus

Related Post