News Portal...

Breaking News :

ફોરેકસમાં ટ્રેડ કરવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના વધુ 3 ઈસમ ઝડપાયા - સાયબર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 5 ઈસમ

2024-06-13 20:28:25
ફોરેકસમાં ટ્રેડ કરવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના વધુ 3 ઈસમ ઝડપાયા - સાયબર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 5 ઈસમ


સાયબર ક્રાઇમ સંબંધિત ઓનલાઈન ફોરેકસમાં રોકાણ કરવાના બહાને પૈસા કમાવાની  લાલચ આપી છેતરપીંડી કરતાં ગુનામાં સાયબર ક્રાઇમે વધુ 3 ઈસમોને ઝડપી પડ્યા છે. 

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવામાં આવી હતી કે  અજાણ્યા વ્હોટ્સએપ પરથી ફોરેકસમાં ટ્રેડિંગ કરવાનો મેસેજ આવ્યો હતો  ત્યારબાદ તેઓને આ  મોબાઈલ નંબર પરથી વોઇસ કોલ આવેલ અને સામેવાળાએ પોતાની ઓળખ સુરેશકુમાર મૌર્ય તરીકે આપી હતી  અને જણાવ્યું હતું કે તે પોતે ફોરેક્સ ટ્રેડિંગનું કામ કરે છે. વધુમાં તેને ફરિયાદીને જણાવ્યું કે જો તેઓ આ સ્કીમમાં રોકાણ કરશે તો તેમણે મહિને 40 થી 80% જેટલો નફો મળશે અને ફરિયાદીએ થયેલ નફામાંથી 10% રકમ સામેવાળાને ચૂકવવી પડશે. આથી ફરિયાદીએ આ સ્કીમમાં રસ દાખવતાં સામેવાળાએ ફરિયાદીને https://www.fxprimemarkets.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવેલ અને ત્યારબાદ MTS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.  જે બાદ સામેવાળાએ ANYDESK એપ્લિકેશનની મદદથી ફરિયાદીના ફોરેક્સ એકાઉન્ટના લૉગિન આઈ. ડી. પાસવર્ડ મેળવેલ. સામેવાળા દ્વારા થતાં ટ્રેડિંગની વિગત ફરિયાદી આ  વેબસાઇટ અને MTS નામની એપ્લિકેશનમાં જોઈ શકતા હોવાથી અને તેઓને સારું એવું પ્રોફિટ આ એપ્લિકેશનમાં દેખાડતા હોવાથી ફરિયાદીને સામેવાળા ઉપર વિશ્વાસ આવી જાય છે. આથી ફરિયાદીએ રૂ. 15 લાખ   આંગડિયા મારફતે અને બાકીના રૂપિયા બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર મારફતે એમ મળીને સામેવાળાને કુલ રૂ. 21.71 લાખ આપ્યા હતા.



થોડા સમય પછી ફરિયાદીને ઉપરોક્ત એપ્લિકેશનમાં પ્રોફિટ સહિત રૂ. 71,85,176/- દેખાડતા તેઓએ સામેવાળાને રૂપિયા વીડ્રો કરીને ફરિયાદીને પરત કરવા જણાવેલ પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કરેલ નહિ અને થોડા સમય પછી પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેતાં ફરિયાદીને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું  હતું. જે બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે આરોપીઓની તપાસ કરવા  વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપીઓની ધડપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝડપાયેલ આરોપીઓમાં ફિરોઝ રહીમ ખાંડા, વકાર અહેમદ નાસીર બાબી અને ફરીન ઇરફાન શેખનો સમાવેશ થાય છે.

Reporter: News Plus

Related Post