વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન ખાતે અવારનવાર બોમ્બ સ્કવોડ તેમજ રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે ગુરૂવારના રોજ પણ રેલ્વે સ્ટેશન ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રેલવે સ્ટેશન પરથી વિવિધ રાજ્યોમાં લાખોની સંખ્યામાં મુસાફરો આવાગમન કરતા હોય છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદ ખાતેથી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક લોકો ઝડપાયા હતા જેના આધારે મુસાફરોની આવન જાવનની જગ્યા ઉપર ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેના આધારે વિવિધ સ્થળોએ ચકાસણી કરવામાં આવી રહી છે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પણ આજરોજ તપાસ હાથ ધરવામાં આવી હતી રેલવે સ્ટેશન ખાતે પાર્સલ વિભાગ અને પ્લેટફોર્મ નંબર એક બે અને ત્રણ પર રેલવે પોલીસ તેમજ બોમ્બ સકવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મુસાફરોના સામાનની પણ ચકાસણી કરવામાં આવી હતી
Reporter: News Plus