News Portal...

Breaking News :

પાણીગેટ સ્થિત અલમાસ માર્કેટ ખાતે સીલ કરવા ગયેલી પાલિકાની કામગીરી ઘોંચમાં પડી

2024-06-07 13:00:05
પાણીગેટ સ્થિત અલમાસ માર્કેટ ખાતે સીલ કરવા ગયેલી પાલિકાની કામગીરી ઘોંચમાં પડી



પાણીગેટ સ્થિત અલમાસ માર્કેટ ખાતે ફાયર સેફટી અને દબાણો અંગે કાર્યવાહી કરવા ગયેલી પાલિકા નો વિરોધ કરવામાં આવ્યો હતો જેના કારણે કામગીરી અટવાઈ પડી હતી.


રાજકોટની ઘટના બાદ વડોદરા શહેરમાં પણ છેલ્લા એક પખવાડિયાથી વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી તેમજ દબાણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે હાલ સુધીમાં 700થી વધુ લોકોને નોટિસો તેમજ સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે ત્યારે ગુરૂવારના રોજ વડોદરા મહાનગરપાલિકાની ટીમ પાણીગેટ વિસ્તારમાં આવેલા અલમાસ માર્કેટ ખાતે ફાયર સેફટી અને દબાણો અંગેની ચકાસણી કરવા માટે પહોંચી હતી. જોકે પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ નોંધાયો હતો.


જોકે મામલો વધુ ન વણશે તે માટે શહેર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી અને શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વેપારીઓ સાથે સમજાવટ કરવામાં આવી હતી. જોકે વેપારીઓ દ્વારા આ અંગે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તેઓ ટીપી વિભાગમાં પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી જો કે વેપારીઓની રજૂઆતના પગલે હાલ પૂરતી સીલ મારવાની કામગીરી અટકાવવામાં આવી હતી અને જે ટીમ ચકાસણી કરવા ગઈ હતી તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. અતા ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટની ઘટના બાદ કોઈપણ કચાસ રાખવામાં આવશે નહીં અને તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેમ અગાઉ પણ અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે વેપારીઓએ ફરજિયાત પણે કાયદાનું પાલન કરવું પડશે.

Reporter: News Plus

Related Post