ગળતેશ્વર તાલુકામાં આવેલા મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રમાં તાલુકાનું ની પ્રજા વિવિધ પ્રકારના દાખલા અને સોગંદ નામાં માટે ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે .
ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ખાતે આવેલા જન સેવા કેન્દ્રમાં હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓ દ્વારા જે અરજદારોને દાખલા કાઢવા નાં હોય કે એફીડેવીટ કરવા ના હોય તેવો જન સેવા કેન્દ્ર ઉપર આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જનસેવા કેન્દ્રમાં બેઠેલા કર્મચારીઓ દ્વારા અરજદારોને વગર વાંકે ધક્કા ખવડાવવામાં આવતા હોય છે જ્યારે જન સેવા કેન્દ્રના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારના એફિડેવીટો તેઓની પાસે ટાઈપ કરાવે તેવો આગ્રહ રાખતા હોય છે અને તેવા અરજદારોને લાઇનમાં ઊભું રહેવાની જરૂર ઊભી થતી નથી જ્યારે બીજી બાજુ અરજદારો બહારથી ટાઈપ કરાય લાવે કે સ્ટેમ્પ વેન્ડર પાસે લખાણ કરાઈ ને આવે તેવા સમયે તેવા અરજદારોને લાઈનમાં ઊભા રાખવામાં આવતા હોય છે આમ ગળતેશ્વર તાલુકામાં આવેલ સેવા સદરમાં જન સેવા કેન્દ્રમાં અંદર ખાનગી કર્મચારીઓ દ્વારા તેઓ દ્વારા કરેલ સોગંદનામા વાળાઅરજદારોને વગર લાઈને દાખલા તેમજ સોગંદનામા થઈ જતા હોય છે
તેમ જ તેઓના મળતીયા ઓ દ્વારા જો કોઈ સોગંદનામા જાય તો તે ફોટો પડાવી તેઓના મળતીયાના ટેબલ ઉપર તે દાખલા તેમજ એફિડેટ પહોંચી જતા હોય છે ત્યારે આમ પ્રજાએ અસહ્ય ગરમીમાં લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહી દાખલાઓ લેવા માટે રાહ જોવી પડતી હોય છે .આ બાબતે કર્મચારીઓને પૂછતા તેઓ કહે છે કે સર્વ ર બંધ છે અને તેઓ ત્યાં બેઠા બેઠા અન્ય મળતિયાઓના કામ કરતા હોય છે.
ગળતેશ્વરના જન સેવા કેન્દ્રમાં સરકારે નિયત કરેલી ફ્રી પ્રમાણે 20 થી 40 રૂપિયાની અંદર દાખલો તેમ જ સોગંદનામા કરવાના હોય છે ત્યારે અહીં ના કર્મચારીઓ અરજદારો પાસે સોગંદનામા જાતે જન સેવા કેન્દ્રમાં જ ટાઈપ કરી પ્રિન્ટ કરી એક સોગંદનામા 150 થી 200 રૂપિયા સુધી લેવામાં આવતા હોય છે આ બાબતે અનેકવાર મામલતદાર શ્રી ને રજૂઆતો કરવા છતાં હાજર સેવા કેન્દ્રના કર્મચારીઓને કોઈ કહેનાર ના હોય તેમ લાગી રહ્યું છે તેમજ ગળતેશ્વર તાલુકાની પ્રજા જન સેવા કેન્દ્રમાં રોજેરોજ વગર વાંકે તાલુકાની પ્રજાએ ખોટી રીતે પૈસા આપી સોગંદનામુ તેમજ દાખલા લેવા મજબૂર બનવું પડતું હોય છે ત્યારે આ બાબતે જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી ગળતેશ્વર તાલુકાની પ્રજા પાસે જે કર્મચારીઓ ખોટી રીતે પૈસા વસૂલિયે છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરે તેવી લોકબાંગ ઉઠવા આવે છે
જો ટૂંક સમયમાં આજ જન સેવા કેન્દ્રમાં પ્રજાઓને સોગદનામાં ના નામે પ્રિન્ટો કાઢી ખોટી રીતે ખોટા પૈસા પડાવવાનું કૌભાંડ બંધ નહીં થાય તો જાગૃત નાગરિકો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જગતા રેડ કરે હવા કર્મચારીને ખુલ્લા પાડવા નું કાર્ય કરવું પડશે તેવું ગળતેશ્વર તાલુકાના જાગૃત નાગરિકોમાં ચર્ચા રહ્યું છે
રિપોર્ટર પ્રજ્ઞેશ પટેલ
Reporter: News Plus