એનડીએની સરકાર રચાશે તો તમામ સાથી પક્ષોના સાંસદોનો પણ જીતેલી સીટ મુજબ મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડશે અને એમાં ગુજરાતના સાંસદોને મળવાપાત્ર મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. હાલને તબક્કે 'જો અને તો’ના આધારે એવી ચર્ચા થઈ રહી છે.
જો ગુજરાતના ક્વોટામાંથી મંત્રીઓ લેવાનું થાય તો એસ.જયશંકર, અમિત શાહ, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પરશોત્તમ રૂપાલા કે મનસુખ માંડવિયા એને સી.આર . પાટીલનો સમાવેશ થાય એવી શક્યતા છે. ગત મંત્રીમંડળના સભ્યો પૈકી દેવુસિંહ ચૌહાણનું પત્તુ કપાય એમ મનાય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એનડીએની સરકારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલને સ્થાન મળી શકે છે.લોક્સભા-2024ના ચૂંટણી પરિણામોમાં ભાજપને 240 અને એનડીએને 293 બેઠક મળી છે જ્યારે બીજીબાજુ કોંગ્રેસને 99 બેઠકો સાથે તેમના ગઠબંધન ઈન્ડિયાને 234 બેઠકો પ્રાપ્ત થઈ છે. આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને બહુમતી મળી નથી, પણ એનડીએને બહુમતી મળી છે, જેમાં જેડીયુ અને ટીડીપી સામેલ છે.
ચૂંટણી પરિણામ બાદની સ્થિતિ એવી છે કે, હવે ભાજપ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ તથા જેડીયુના નીતિશકુમારના ટેકાથી એનડીએની સરકાર રચાય તેવી સ્થિતિ આકાર પામી રહી છે.એનડીએની સરકાર રચાશે તો તમામ સાથી પક્ષોના સાંસદોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડશે અને એમાં ગુજરાતના સાંસદોને મળવાપાત્ર મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. ક્ષત્રિય મહિલા અંગે ટિપ્પણી કરનાર રૂપાલા અને મનસુખ માંડવીયાનું પત્તુ કપાય શકે છે જયારે સી આર પાટીલ અને અમિત શાહનું નામ ચર્ચામાં છે.
Reporter: News Plus