શહેરના આજવા રોડ પર ખાતે - આવેલ ફાતિમા કોમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક - દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી
ત્યારે પાલિકાના • કર્મચારીઓ અહીં આવીને પાણીની લાઈને કાપીને જતા રહેતા અંદાજે ૩૦૦ જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિક્ટ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના રહીશોનું કહેવું છે કે, અમારે ત્યાં ગંદુ પાણી આવતું _ | હતું જેથી અમે આ અંગે તંત્રને જાણ કરીહતી. ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી અપાતું બંધ થઈ ગયુંછે
ભર ઉનાળે ત્રણ ક્વિસથી લોકોને પૂરતું પાણી મળતું નથી. હાલ માત્ર અડધો ક્લાક પાણી આવે છે તે ૩૦૦ જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી. અમારી માંગ છે કે, જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બંબો મોક્લી અમને તેનો પુરવઠો ઉપલબ્ધ કરાવે. અધિકારીઓએ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા એપાર્ટમેન્ટની લાઈન કાપી નાખી છે તે ખોટું કર્યું છે.
Reporter: News Plus