News Portal...

Breaking News :

નાના સસરાએ પરણીતા સાથે અડપલા કરતા ફરિયાદ

2024-04-30 18:00:52
નાના સસરાએ પરણીતા સાથે અડપલા કરતા ફરિયાદ

હરણી રોડ પર રહેતી પરિણીતા સાથે નાના સસરાએ શારીરિક અડપલાં કરતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હરણી રોડ પર રહેતી પરિણીતાના છ મહિના પૂર્વે લગ્ન થયા છે સાસરીમાં રહેતી પરિણીતા એકાદ મહિના પહેલા ઘરે હતી ત્યારે રાતના આઠ વાગે તેના નાના સસરાએ મંદિર વાળા રૂમમાં તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતા અને ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તને ઘરમાંથી કાઢી મૂકશે. તેમજ ગત 21મી તારીખે સાંજે 6:00 વાગે નાના સસરાએ પરિણીતાને શરીર સંબંધ બાંધવા માટે રૂપિયા આપવાની ઓફર આપી હતી નાના સસરાના ત્રાસથી ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post