News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં પ્રથમ વખતના મતદારો એવા ૧૦૮૨ યુવાનોની ચુનાવ દૂત તરીકે પસંદગી

2024-04-30 17:56:40
વડોદરા જિલ્લામાં પ્રથમ વખતના મતદારો એવા ૧૦૮૨ યુવાનોની ચુનાવ દૂત તરીકે પસંદગી

વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ નાગરિકો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગામ દીઠ બે યુવા મતદારોને ઇલેક્શન કમિશનરના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત મતદાન કરવા માટે જનારા યુવા મતદારોની એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. 

ટર્ન આઉટ પ્લાનના નોડેલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ આ માહિતી આપતા જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં ૫૩૬ ગ્રામ પંચાયતોમાં મતદાર જાગૃતિ અભિયાન માટે આંગણવાડી કાર્યકર્તા અને સખી મંડળની બહેનો દ્વારા રેલીઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેને સુંદર પ્રતિસાદ મળ્યો હતો. હવે ગામ દીઠ બે યુવા મતદારોને પસંદ કરી ઇલેક્શન એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત મતદાર બનનાર એક યુવાન અને એક યુવતીને આ ઉત્તરદાયિત્વ સોંપવામાં આવ્યું છે. 


વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં કુલ ૧૦૮૨ ઇલેક્શન એમ્બેસેડર એટલે કે ચુનાવ દૂત પોત પોતાના ગામમાં સોશ્યલ મીડિયાના માધ્યમ કે રૂબરૂ મતદાન કરવા જવાનું મહત્વ સમજાવી નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે.શ્રીમતી હિરપરાએ ઉમેર્યું કે, આ ચુનાવદૂતો પ્રથમ વખત મતદાન કરવાના છે અને સાથે તેઓ પોતાના ગામના લોકોને મતદાન કરવા માટે જવા સોશ્યલ મીડિયાના માધ્યમથી સંદેશ આપશે.

Reporter: News Plus

Related Post