બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ મંદિરો પર હુમલો અને હિંદુઓની હત્યા ને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
બાંગલાદેશમાં ફસાયેલા એક ભારતીયએ જણાવ્યું કે,ઢાકામાં છેલ્લા કેટલાક દિવસથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ પર જ જીવલેણ હુમલા થઈ રહ્યા છે એટલે તેમાં સામાન્ય વ્યક્તિએ રક્ષણની મદદ કોની પાસે માગવી તે જ મોટો સવાલ થઈ ગયો છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે. મોટાભાગના હિંદુઓ છેલ્લા ઘણા દિવસથી ઘરથી બહાર જ નીકળ્યા નથી.
ઘરમાં અનાજ ખૂટવા આવ્યું છે પણ હાલની સ્થિતિમાં તેમના માટે બહાર નીકળી શકાય એમ નથી. તેવામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.
Reporter: