વડોદરા મહાનગરપલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે હાલમાં અંતિમ ચરણમાં પહોંચ્યો છે. 25 જૂનના રોજ આ પખવાડિયાની સમાપ્તિ થશે. ત્યારે રોજેરોજ વિવિધ વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે.
"નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા" અભિયાન હેઠળ તા.13 જૂનના રોજ શહેરના તમામ "એસ્પીરેશનલ પબ્લિક ટોયલેટનું ઉદઘાટન/લોકાર્પણ તથા જાહેર તથા સામુદાયિક શૌચાલયો" ની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સઘન સફાઈ ઝુંબેશમાં સભાસદો , અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓ સહભાગી થઇ હતી.
સફાઈ ઝુંબેશ દરમિયાન 70 મે.ટન જેટલો કચરાને એકત્રિત કરીને તેનો આખરી નિકાલ ક૨વામાં આવ્યો હતો. આ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે રાખવા અંગે જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી. તા.12 જૂનના રોજ જાહેર માર્ગ ૫૨ ગંદકી ક૨વા બદલ રૂ.1,14,300ની પેનલ્ટી વસૂલ ક૨વામાં આવી હતી.
Reporter: News Plus