નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞા ચક્ષુઓના પડતર પ્રશ્નો અને મોંઘવારી મુદ્દે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓની વિશાળ સભા સભા કરી અને અનેક પ્રશ્નો માટે મોંઘવારી તથા સરકાર તરફથી લાભો માટે પ્રજ્ઞા ચક્ષુઓએ ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઈ અવાજ ઉઠાવ્યો
નર્મદા ભવન અને કુબેર ભવનમાં આવતા પ્રજ્ઞાચક્ષુ અરજદારો પાસે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એજન્ટો હેરના કરવમાં આવી રહયા છે. નિવૃત્ત સરકારી કર્મચારીના પ્રજ્ઞાચક્ષુ સંતાનોને પેન્શન સહેલાઈથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.
પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવતા સરકારી અન્ન પુરવઠો માં નીકળતી જીવાત અને હલકી કક્ષાનું નહીં આપવા માંગણી કરવામાં આવી છે ત્યારે સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને 50% રાહત આપવામાં તેવી પણ માંગણી કરી છે અને રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ આપવા માંગ કરવામાં આવી હતી.
Reporter: News Plus