News Portal...

Breaking News :

નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં ટ્રાફિક પોલીસ એક્શનમાં, નિયમોનું ઉલ્લંઘન કરતાં સ્કુલ વાહનો પર તવાઇ પ્રથમ દિવસે વાન ચાલકોની તપાસ શરૂ કરાઇ, ઉલ્લંઘન કરનાર વાન જપ્ત કરવામાં આવી

2024-06-13 18:58:56
નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં ટ્રાફિક પોલીસ એક્શનમાં, નિયમોનું ઉલ્લંઘન કરતાં સ્કુલ વાહનો પર તવાઇ પ્રથમ દિવસે વાન ચાલકોની તપાસ શરૂ કરાઇ, ઉલ્લંઘન કરનાર વાન જપ્ત કરવામાં આવી




શૈક્ષણિક સત્ર શરુ થતાની સાથે જ સ્કૂલ વાન ઉપર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. અને નિયમોનું પાલન ન કરનાર વાન ચાલકોની વાન જપ્ત કરવામાં આવી હતી. 




ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાના નવા સત્ર નો પ્રારંભ થયો છે આ વર્ષે કેટલાક વાહન ચાલકો દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે સામે પક્ષે શૈક્ષણિક સત્ર શરૂ થતા જ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવ્યું છે અને જે સ્કૂલ ભાન ચાલકો દ્વારા ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેઓ સામે દવાઈ બોલાવવામાં આવી છે. સ્કૂલવાન માટે ચોક્કસ નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને તેઓને ગાઈડલાઈન આપવામાં આવી છે અને તેની એસ ઓ પી નું જે લોકોએ પાલન ન કર્યું તેવો સામે તમારી બોલાવવામાં આવી હતી. 



વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલભાન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જે લોકો ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા તેઓની વાત જપ્ત કરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં તો બાળકો સાથે કરાવી હતી અને વાનમાં બાળકો ઘરે પહોંચવા માટે રડતા નજરે પડ્યા હતા ટ્રાફિક પોલીસ દ્વારા પડે વાહન ચાલકો પાસે એસ.ઓપીનું પાલન કરાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ સ્કૂલ વાન ચાલકો ઉપર તવાઈ બોલાવવામાં આવશે. અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવશે.

Reporter: News Plus

Related Post