વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ નરેશભાઈ ભાઈલાલભાઈ પટની નું દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની ગુરુવારે મળેલી સામાન્ય સભા દુઃખની લાગણી સાથે શોક દર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી હતી.
નરેશભાઈ પટણીએ વડોદરા મહાનગર પાલિકાની તને 2005 માં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી બોર્ડ નંબર 20 માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ સભાસદના કાર્યકાળ દરમિયાન સ્થાયી સમિતિના સભ્ય તરીકે, ગેસ સમિતિ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ, ટાઉન પ્લાનિંગ સમિતિ,વિદ્યુત સમિતિ અને વોટર વર્કસ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઇ પાલિકામાં સેવાઓ આપી હતી.
આજરોજ તારીખ 13 6 2024 ને ગુરુવારના રોજ તેઓનું દુઃખદ અવસાન થતા પાલિકા ની સામાન્ય સભા તેઓના માનમાં બે મિનિટનું મૌન પાડી શોક દર્શક ઠરાવ બાદ મુલતવી કરાઈ હતી.
Reporter: News Plus