વડોદરા શહેરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને જમીન બાબતે અનેક રજૂઆતો મળી હતી જેના આધારે તેઓએ જિલ્લા કલેકટરને એક પત્ર લખ્યું છે અને તેમાં એને ના હુકમો સહિત જમીન અંગેની કેટલીક ખરાઈ કરી તેનો રિપોર્ટ સાત દિવસમાં કરવા માટે ભલામણ કરી છે.
વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યા અનુસાર કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એન. એ .ના હુકમો, પ્રીમિયમ વાળી જમીનોના હુકમો, બિન ખેડૂતોને ખેડૂત ગણિત ખેડૂતોના લાભો તેમજ કરોડો રૂપિયાની સરકારી જમીનો લાગતા વળગતાઓ પાસેથી કરોડો રૂપિયા લઇ સરકારી જમીનો આપવામાં આવી છે.
તેવી ફરિયાદ તેઓના ધ્યાન પર આવી છે. તેથી જિલ્લા કલેકટરને આવા હુકમોની ચકાસણી કરી ગેરકાયદેસર રીતે મહેસૂલના કાયદાઓનો અર્થઘટન ખોટું કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેવી રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા અધિકારીઓને ખુલ્લા પાડી તેમના ઉપર ફોજદારી કેસો થાય તે માટે આ પત્ર લખી રહ્યો છું તો આવા કેસો ચકાસણી કરી ઓપન કરવા અને તેનો રિપોર્ટ સાત દિવસમાં જાહેર કરવા મરી ભલામણ છે.
Reporter: News Plus