શહેરના નિકોલ વિસ્તારમાં બપોરના સમયે સિવિલ ડિફેન્સમાં નોકરી કરતા યુવકે માથાનાં ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી.
સિવિલ ડિફેન્સનાં સંજય બારોટે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરથી જ પોતાનાં લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બીમારીનાં કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.નિકોલમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા સંજય બારોટ સિવિલ ડિફેન્સમાં નોકરી કરતા હતા.
આજે બપોરે પોતાની સર્વિસ રિવોલ્વર વડે પોતાનાં જ માથાનાં ભાગે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. ગોળીનો અવાજ આવતા પરિવારના સભ્યો સંજય પાસે ગયા ત્યારે સંજ્ય બારોટ મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. બનાવ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી.
Reporter: News Plus