મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી મોડી રાત્રે બાઈક પર આવેલા બે શખ્સોએ ભાજપ નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઘટના શહેરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બંને ફરાર આરોપીઓની શોધખોળ શરુ કરી દીધી છે.
શનિવાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે ઘટના બની છે.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આ ઘટના શહેરના એમજી રોડ વિસ્તારના ચિમનબાગ ચોક પર બની હતી. શનિવાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે બાઈક પર આવેલા બે બદમાશો મોનુ કલ્યાણે પર ફાયરિંગ કરીને નાશી છૂટ્યા હતા. જો કે તે બચી ગયા હતા.ગોળી વાગવાથી મોનું તરત જ જમીન પર પડી ગયો હતો. આ પછી મોનુના મિત્રોએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા હાજર ડૉક્ટોરોએ મૃત જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફરાર આરોપીઓએ હાજર મોનુના મિત્રો પર પણ ફાયરિંગ કર્યું હતું.પોલીસે પ્રથામિક માહિતી આપતા જણાવ્યું હતું કે હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોઈ શકે છે. તેમજ મોનુ શનિવારે રાત્રે ભગવા યાત્રાની તૈયારી કરી રહ્યો હતો. ગોળીબાર કરનાર શખ્સો પીયૂષ અને અર્જૂન નામાન બે યુવકો હતા. જેની શોધખોળ શરુ કરી દીધી છે. નોંધનીય છે કે મૃતક મોનુ કલ્યાણે શહેર ભાજપ યુવા મોરચામાં ઉપપ્રમુખ પદ પર હતા. તેમજ મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ખૂબ નજીક ગણાતા હતા.
Reporter: News Plus