બિહારમાં એક પછી એક બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતાં નીતિશ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. માત્ર એક અઠવાડિયામાં જ આ ત્રીજો બ્રિજ ધરાશાયી થયો છે.
તાજેતરનો મામલો મોતિહારીમાં બ્રિજ તૂટવાનો બન્યો છે. આ પહેલા અરરિયા અને સિવાનમાં પણ બ્રિજ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી હતી. માહિતી અનુસાર મોતિહારીમાં બનેલી તાજેતરની ઘટનામાં જે બ્રિજ ધરાશાયી થયું તે નિર્માણાધીન હતું. લગભગ ૧.૫કરોડના ખર્ચે આ બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું.
ઘટના પૂર્વ ચંપારણના મોતિહારીમાં ઘોડાસહન બ્લૉક નજીક ચેનપુર સ્ટેશન પાસેના રોડ પર બની હતી. લગભગ 50 ફૂટની લંબાઈ ધરાવતું આ બ્રિજ એકાએક ધરાશાયી થયું. તેના પર ધાબુ ભરવાનું કામ ચાલતું હોય તેવું દેખાય છે.
Reporter: News Plus