રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે આદિવાસી સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે.તેમણે કહ્યું હતું કે આદિવાસીઓ હિન્દુ છે કે નહીં, તે તેમના પૂર્વજોને પૂછે.
પેઢીનામું લખનારા લોકોને ન પૂછે કે તે કોણ છે? જો તે હિન્દુ નથી તો, અમે તેમના ડીએનએ ટેસ્ટ કરાવીશું અને જાણીશું કે તે તેમના બાપની ઔલાદ છે કે નહીં.બીએપીના સભ્યો દ્વારા આદિવાસી હિન્દુ નથી એવો દાવો કરાયા બાદ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી.રાજસ્થાનના શિક્ષણ મંત્રીના વિવાદિત નિવેદનની ચોતરફી ટીકા કરતાં સાંસદ રાજકુમાર રોતે કહ્યું કે અમે મદન દિલાવર સામે આદિવાસી વિરોધી અભિયાન ચલાવીશું અને આદિવાસીઓના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલીશું. આ સેમ્પલ રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મદન દિલાવરને મોકલાશે. સાંસદ રાજકુમાર રોતે કહ્યું કે મદન દિલાવરે અમારા પર આરોપ લગાડવા જેવી ભાષા વાપરી છે તે આદિવાસી સમુદાયનું અપમાન કરનારી છે.
મારે તેમને એટલું જ કહેવું છે કે બીજેપીથી હેરાન થઇને તમે આવા પાયાવગરના નિવેદનો કરી રહ્યા છો. તમે જે નિવેદન આપ્યું તે સમગ્ર દેશના આદિવાસીઓ માટે એક પડકાર છે. હવે નક્કી જ ભાજપે તેના કારણે ભોગવવાનો વારો આવશે.રોતે ભારપૂર્વક કહ્યું કે મારે સમગ્ર દેશના આદિવાસીઓને એટલું જ કહેવું છે કે હવે તમારા બ્લડ સેમ્પલ રાજસ્થાનના મુખ્યમંત્રી અને મદન દિલાવરને મોકલો. જો મદન દિલાવર રાજીનામું નહીં મૂકે તો ભાજપ તેમને બરતરફ કરે કેમ કે રાજસ્થાનના શિક્ષણમંત્રીએ સમગ્ર આદિવાસી સમુદાય સામે આરોપ મૂક્યો છે.
Reporter: News Plus