વરસાદી મોસમ શરૂ થઈ ગઈ હતી.શહેરમાં વરસાદ એટલો વરસ્યો કે વિશ્વામિત્રી નદીની સપાટી વધી ગઇ હતી.
પરંતુ વરસાદએ અચાનક વિરામ લીધો હતો જેના કારણે વાતાવરણમાં ગરમી સાથે ઉકળાટ ફેલાયો હતો. ત્યારે ગઈકાલે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણ ઠંડું બનતા લોકોને રાહત થઈ હતી. હવામાન ખાતાએ હજુ 6 દિવસ સુધી વરસાદ પડે તેવી આગાહી કરી છે.
શહેરમાં સાર્વત્રિક ઝરમર ઝરમર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઈકાલે ફક્ત બે-અઢી કલાક વરસાદ વરસ્યો હતો પરંતુ ઠંડક ફેલાતા વાતાવરણ રમણીય બન્યું હતું. હજુ આગામી 26 ઓગસ્ટ સુધી વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
Reporter: admin