News Portal...

Breaking News :

શ્રાવણ માસના ત્રીજા શનિવારે હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટ અને સુવર્ણ વાઘાના મનોરથ

2024-08-24 14:02:01
શ્રાવણ માસના ત્રીજા શનિવારે હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટ અને સુવર્ણ વાઘાના મનોરથ


વડોદરા : પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ હઠીલા હનુમાન મંદિર ખાતે 1501 ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘના ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.


મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે. 


પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો, અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે, અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post