News Portal...

Breaking News :

ચીનનો કહેવાતો સુપર ડેમ ભારત સામે ડેમ બોમ્બ બનશે

2024-08-12 09:57:40
ચીનનો કહેવાતો સુપર ડેમ ભારત સામે ડેમ બોમ્બ બનશે


નવી દિલ્હી : ભારત સામે મોટી મુશ્કેલી ઉભી કરવા માટે  ભારતની સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર બનનારા આ બંધ દ્વારા ચીન બ્રહ્મપુત્રા નદીના મોટા ભાગના પાણીને રોકી દેવા માગે છે. 


બ્રહ્મપુત્રા હિમાલયમાં કૈલાશ પવર્તમાંથી નિકળે છે.  બ્રહ્મપુત્રા ભારતમાં પ્રવેશે એ પહેલાં ચીનમાં હિમાલયની પર્વતમાળા માંથી લગભગ 3000 મીટર ઉંડી ખીણમાં વિશાળ ધોધ સ્વરૂપે પડે છે. ચીન આ સ્થળે જ 'સુપર ડેમ' બાંધવા માગે છે કે જેથી મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકાય. ચીનનો દાવો છે કે, 'સુપર ડેમ' બનાવવા પાછળનો ઉદ્દેશ ચીનની વીજળીની જરૂરીયાત સંતોષવાનો છે પણ અમેરિકા સહિતના દેશોના નિષ્ણાતોના મતે ચીનનો કહેવાતો 'સુપર ડેમ' વાસ્તવમાં ભારત સામે વોટર બોમ્બે તરીકે ઉપયોગ કરી શકાય એ માટેનો 'ડેમ બોમ્બ' છે. ભારત સાથે યુદ્ધ કે તણાવ થાય એ સંજોગોમાં બ્રહ્મપુત્રાનું પાણી છોડીને અરૂણાચલ પ્રદેશ, આસામ સહિતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વિનાશક પૂર લાવીને ભારતના મોટા વિસ્તારને તબાહ કરી નાંખવાની મેલી મુરાદ સાથે ચીને 'સુપર ડેમ' પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 


ચીન 50 પરમાણુ બોમ્બ વાપરીને પણ ભારતને ના કરી શકે એટલું નુકસાન એક 'ડેમ બોમ્બ'થી કરી શકે છે. ભારતને ડરાવવા માટે ચીન લાંબા સમયથી 'સુપર ડેમ'ની વાતો કર્યા કરે છે પણ અત્યાર લગી આ યોજના કાગળ પર જ હતી. 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં યુદ્ધ થયું પછી ચીને કાગળ પરના આ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં ફેરવવાનું નક્કી કરી નાંખ્યું. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટયુટ (એએસપીઆઈ) નામની થિંક ટેંકે આપેલી ચેતવણી પ્રમાણે, ચીને 'સુપર ડેમ' બાંધવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને 'સુપર ડેમ'ના કારણે ભારત પર બહુ મોટો ખતરો ઝળુંબી રહ્યો છે.ચીનનો નવો પેંતરો બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધીને વિશાળ હાયડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરવાનો છે.

Reporter: admin

Related Post