News Portal...

Breaking News :

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને ખુલ્લું મુકશે

2024-09-28 17:55:58
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને ખુલ્લું મુકશે


લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા.૨૯.૦૯.૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૧ કલાકે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ખુલ્લું મુકશે.


લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક સંગઠન છે જે ઉદ્યોગહિત થકી રાષ્ટ્રહિતના મંત્ર સાથે છેલ્લા ૨૯ વર્ષથી સંપૂર્ણ ભારત વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગોના હિતાર્થે કાર્ય કરી રહ્યું છે. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા,લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઓઝા, ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, ઇશ્વરભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન,વડોદરા જિલ્લા પ્રમુખ વિરલભાઈ ચૌધરી, સંદીપભાઈ શાહ સહિત ગુજરાતના સૂક્ષ્મ,લઘુ અને મધ્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.

Reporter:

Related Post