વડોદરા: તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં અવારનવાર ગેરહાજર રહેતા ભાજપના જ સદસ્યને તેમનું સભ્ય પદ ખોવાનો વારો આવ્યો છે.
વડોદરા તાલુકા પંચાયતમાં નંદેસરી વિસ્તારમાંથી ચૂંટાયેલા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહેલા પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલના પુત્ર રાજેન્દ્રસિંહ છેલ્લી ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. જેને લઇ આજે સામન્ય સભામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી તાલુકા પંચાયત અધિનિયમ મુજબ ગેરહાજર રહેવું હોય તો સામાન્ય સભાને જાણ કરી રિપોર્ટ રજૂ કરવાનો હોય છે પરંતુ, રાજેન્દ્રસિંહ ગોહિલે આવો કોઈ રિપોર્ટ રજૂ કર્યો ન હતો અને કોઈને પણ જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેવા હોય તો અગાઉથી આ બાબતે જાણ કરવાની હોય છે પરંતુ, આ બાબતે કોઈ જાણ ન કરતા આખરે આજે તેઓની સદસ્યતા રદ કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.
આ મુદ્દે વડોદરા તાલુકા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી અને તેમાં ભાજપે વ્હિપ પણ જારી કર્યો હતો. સભાએ સર્વાનુમતે રાજેન્દ્રસિંહ ગોહિલને સભ્ય પદેથી દૂર કરવાનો ઠરાવ કર્યો હતો. જે નિર્ણય રાજકીય દબાણથી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી રાજેન્દ્રસિંહ ગોહિલે કોર્ટમાં જવાની ચીમકી આપી છે. જોકે, તેઓ છેલ્લી પાંચ સભાથી હાજર રહ્યાં નથી.કોઈ રાજકીય દબાણથી આ નિર્ણય કરાયો નથી આ બાબતે તાલુકા પંચાયતના પ્રમૂખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી પંચાયત અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદા મુજબ કાર્યવાહી કરવામા આવી છે, કોઈ રાજકીય દબાણથી આ નિર્ણય કરાયો નથી.
Reporter: admin