સ્વચ્છતા હી સેવા અભિયાન દિવસે ને દિવસે ખુબજ વેગવાન બની રહ્યું છે. હાલની અને ભવિષ્યની પેઢીને ગળથૂંથીમાં જ સ્વચ્છતા સંસ્કાર આપે તે માટે મહિલાઓને સ્વચ્છતા અંગે સુશિક્ષિત કરવામાં માટે જિલ્લાના ૩૨ ગામોમાં અભિયાન અંતર્ગત સખી ટોક શૉ યોજાયો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મીયાગામ, લતીપુર ટીંબી, હાંડોદ, કંડારી અને અટાલી, પાદરા તાલુકાના માસર, સાધી, જાસપુર, વડું, મુવાલ અને પાટોદ, ડભોઇ તાલુકાના સાંઠોદ, લિંગસ્થળી, કુકસ, થુવાવી અને ટીંબી, વડોદરા તાલુકાના સયાજીપુરા, સાંકરદા, પોર અને સિસવા, સાવલી તાલુકાના વાંકાનેર, ધનતેજ, આંકલીયા, સાવલી નગર અને ટુંડાવ, ડેસર તાલુકાના પાંડુ, વેજપૂર, ડેસર અને શિહોરા, વાઘોડિયા તાલુકાના ગોરજ અને રુસ્તમપુરા તથા સહિત ગામોમાં મોટા પ્રમાણમાં મહિલાઓ સાથે સખી ટોક શૉ અંતર્ગત સંવાદ કરવામાં આવ્યો હતો.મહિલાઓ પોતાના બાળકોમાં જ નહિ પરંતુ આખા પરિવારમાં સ્વચ્છતા સંસ્કારોના સિંચન થકી સ્વચ્છતા શિસ્તનું પાલન કરાવી શકે છે.
આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, સ્વચ્છતા સહિત અત્યંત મહત્વના વિષયો પર સંવાદ કરવામાં આવ્યો હતો. આ સાથે પોષણ માહ અંતર્ગત પોષણક્ષમ આહાર વિશે મહિલાઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમ્યાન સરકાર ની ગોબરધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમલી વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના સુખદ અનુભવો મહિલાઓ સમક્ષ રજૂ કર્યા હતા. વધુમાં ઉપસ્થિત તમામ મહિલાઓ સ્વચ્છતાને જીવન મંત્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈ હતી. એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.નોંધનીય છે કે વાઘોડિયા તાલુકાના ગોરજ ખાતે જિલ્લા કક્ષાના 'સખી ટોક શૉ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા અને પોષણ વિષયોને ધ્યાનમાં રાખીને મહિલાઓને માહિતગાર કરી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા આયુષ અધિકારી ડૉ. સુધીર જોષી, સ્વચ્છ ભારત મિશનના પ્રતિનિધિ રૂપાબેન ગોહિલ સહિત પદાધિકારીઓ, સખી મંડળો, આંગણવાડી કાર્યકર અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.
Reporter: admin