વડોદરા : આધ્યાશક્તિમાંના આરાધનાના પર્વ નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી દ્વારા પૂનમ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિકલાંગો મન મૂકીને ઉત્સાહભેર ગરબે રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. આ વેળાએ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે અનોખા દ્રશ્ય સર્જાયા હતા.ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આ વાતને વડોદરાના દિવ્યાંગોએ સાર્થક કરી બતાવી હતી.
અમુક દિવ્યાંગોને ચાલવું પણ મુશ્કેલ હોય છે. આવા સમયે તેઓએ ગરબે રમી પોતાની તાકાતમાં પરચો આપ્યો હતોઆ કાર્યકમમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ના અધ્યક્ષ ગૌરવ પવળે, મંડળીના સભ્યો, પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વોર્ડ નંબર નવના પૂર્વ નગર સેવક રાજેશભાઈ આહિરે સાથે સામાજિક આગેવાનો સાથે માનસિક આરોગ્ય હોસ્પિટલના કર્મચારીઓ સાથે હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ના અધ્યક્ષ ગૌરવ પવળે એ જણાવ્યુ હતું.
Reporter: admin