News Portal...

Breaking News :

અકોટા શિવશક્તિ નગરના રહીશોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર પેકેજના નાણા આજ દિન સુધી મળ્યા નથી તે બાબતે આવેદનપત્ર

2024-10-17 10:16:16
અકોટા શિવશક્તિ નગરના રહીશોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર પેકેજના નાણા આજ દિન સુધી મળ્યા નથી તે બાબતે આવેદનપત્ર


વડોદરા : લગભગ દોઢ મહિના પહેલા ભારે વરસાદના કારણે સમગ્ર વડોદરાને ભયંકર પુરનો સામનો કરવો પડ્યો હતો અને અકોટા પોલીસ લાઈવની સામે આવેલી શિવ શક્તિ નગરમાં પણ ત્રણ દિવસ સુધી લોકોના ઘરોમાં આશરે પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું હતું 


જેના કારણે લોકોના ધરવખરીનો સામાન, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સામાન, વાહનો વગેરે બધું જ પાણીમાં ડૂબી ગયા હતા અને લોકોને ભારે નુકસાની નો સામનો કરવો પડ્યો હતો. આ ત્રણ દિવસમાં તંત્ર અને ચૂંટાયેલી પાખી તરફથી કોઇપણ પ્રકારની રહત આપવામાં આવી ન હતી અને પ્રજાને શું તકલીફ થઈ રહી છે તે પણ જોવામાં આવ્યુ ન હતું અને તેના કારણે સમગ્ર વડોદરાના પૂરગસ્ત વિસ્તારમાં તંત્ર અને ચૂંટાયેલી પાખો ઉપર ભારે રોષ હતો જેના કારણે ગુજરાત સરકાર દ્વારા તમામ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. 


શિવ શક્તિનગરમાં આશરે એક મહિના પહેલા સરકારી અધિકારીઓ દ્વારા રાહત ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સર્વે પણ કરવામાં આવ્યું હતું. આજે એ વાતને આખરે એક મહિના ઉપરનો સમય વીતી ગયો છે. સોસાયટીમાં માત્ર 10% લોકોને પુર રાહતના પૈસા મળ્યા છે બાકીના 90% ના લોકોને પુર રાહતના પૈસા આજ દિન સુધી મળ્યા નથી. આ બાબતે મામલતદાર કચેરીએ વારંવાર અલગ અલગ માધ્યમથી પૂછવામાં આવે આવ્યું હતું પણ કોઈ તટસ્થ જવાબ મળ્યો ન હતો જેના કારણે આજે સમગ્ર સોસાયટીના લોકો એકત્રિત થઈને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, સાથે કલેકટર સમગ્ર મામલાની તપાસ કરે અને તાત્કાલિક યોરણે પુર રાહતની રકમ બાકી રહેલા સદસ્યના ખાતામાં થાય તેવી માંગ કરી હતી,

Reporter: admin

Related Post