ગઈકાલે રાત્રિના સમયે સાવલીના જશોદાનગર સોસાયટીમાં આવેલ એક મકાન તથા મેઇન રોડ પર આવેલી અતુલ બેકરીમાં પણ ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી

ત્યારે આજે સાંજના સમયે સાવલી હાલોલ રોડ ઉપર આવેલ અક્ષર સોસાયટીમાં થી સાવલી જતા યુવાનને ઉભો રાખી ને અજાણ્યા ઇસમોએ યુવાનને ધાકધમકી આપી અને ચપ્પુ બતાવીને લૂંટ ચલાવવાનો પ્રયત્ન કર્યો. અંતે યુવાન ત્યાંથી નાશી છૂટ્યો.

આ યુવાન એ મીડિયા સમક્ષ આપ વીતી રજૂ કરી. શું સાવલી તાલુકામાં પોલીસને ચોરો પડકાર ફેંકી રહ્યા છે.છેલ્લા ઘણા સમયથી સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાં પણ ચોરીના લીધે ગ્રામજનોને રાત્રિના સમયે પણ જાગવું પડી રહ્યું છે.

Reporter: admin