હાલ દિવાળી નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અનેક લોકો સોના ચાંદી જેવા ઘરેણાંની ખરીદી કરતા હોય છે સાથે જ તહેવાર દરમિયાન ધનતેરસ સહિતના દિવસોમાં ઘરેણાની પૂજા પણ કરવામાં આવતી હોય છે અને વિશેષ રીતે ઘરેણું ખરીદવા માટેનું મુહૂર્ત પણ હોતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘરેણા ઘરે જવા માટે જતા હોય છે. વિશેષ ડિઝાઇન સાથે મોટા જથ્થામાં જ્વેલર્સ શોરૂમમાં વિવિધ વેરાઈટીઓ મૂકવામાં આવતી હોય છે જેના થકી ગ્રાહકને આકર્ષિત કરી શકાય. તહેવારની સીઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે દુકાનદારો મોટી સંખ્યામાં પોતાની વસ્તુઓનો જથ્થો ભરતા હોય છે સાથે જ ગ્રાહકોની સંખ્યા પણ વધતી હોય છે ત્યારે તેમાં ફોટા ઇરાદે ગ્રાહક બનીને આવેલા લૂંટારુઓ પણ એક્ટિવ બની જતા હોય છે. ક્યારે આ પ્રકારનું દુષણ રોકવા માટે એક વિશેષ મિટિંગનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.દિવાળી પર્વ નજીક આવતો હોવા ની સાથે લૂંટની પ્રવૃત્તિમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે આ ગેર કાનૂની પ્રવૃત્તિને રોકવા માટે અને લુટારો અને પકડવા માટે ખાસ ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયા દ્વારા સીટી પોલીસ મથકમાં ખાસ જવેલર્સ ના માલિકો સાથે વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેવા પ્રકારની તકેદારી રાખવી તે પ્રકારની સમજ આપવામાં આવી હતી ખાસ જણાવવામાં આવ્યું હતું કે સીસીટીવી કેમેરા 24 કલાક તો ચાલુ રહે તેવા હોવા જોઈએ , લોકમાં એલારામ લાગેલું હોવું જોઈએ , રાત્રે સિક્યોરિટી ગાર્ડ ની વ્યવસ્થા હોવી જોઈએ સાથે જ દિવસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર સમયે દુકાન/શોરૂમમાં લુંટ તથા ચોરીના બનાવો ન બને તે સારૂ જ્વેલર્સના સંચાલકોની નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, વડોદરા શહેરનાઓની અધ્યક્ષતામાં મદદનીશ પોલીસ કમિશ્વર બી ડીવીઝન તથા ગોરવા પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠીયાનાઓની હાજરીમાં ગોરવા પોસ્ટે મિટીંગ રાખવામાં આવેલ અને જ્વેલર્સના સંચાલકોને ચોરી લુંટના બનાવ ન બને તે સારૂ તકેદારી સુચનાઓની આપી તેની અમલવારી કરવા જણાવવામાં આવેલ.
Reporter: