News Portal...

Breaking News :

તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

2024-07-17 13:35:40
તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું


ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઈફોડ, ઝાડા ઉલટી ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર દંતેશ્વર, થી તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરવામાં આવ્યો હતો



વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઈફોડ કોલેરા કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાનું આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણી પુરીની લાઈઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરી ને ૧૦ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે દંતેશ્વર,થી તરસાલી રોડ પર ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું 


જેમાં સડેલા બટાકા,ચણા અને પાણી પુરીની પુરીઓનો અને પાણીપુરી માં આપતું 200 લીટરનું પાણી નાશ કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરવામાં આવ્યો હતો અને ૧૦ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા સતત અનેક વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ચેકીંગ બાદ તરતજ પાણીપુરી નું લારીઓ લદાવી દેવામાં આવે છે. અને આરોગ્ય વિભાગ માત્ર દેખાવો કરતી હોય તેમ લાગી રહ્યું છે. 

Reporter:

Related Post