વડોદરા : આગામી દિવસોમાં આવનાર નવરાત્રી તહેવારને લઈને સુરક્ષા તથા સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ તથા ડોગ સ્કોડ તેમજ ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ એસઓજી દ્વારા કરાયું હતું.
આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ ગયો હતો. ત્યારે અગમચેતીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને 2 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપો તથા રેલવે સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલી નાની મોટી દુકાનો મોલ, શોપિંગ સેન્ટર, સિનેમા અને આજુબાજુ માં પાર્ક કરેલા વાહનોમાં તપાસ કરાઈ હતી. સાથે રેલવે તથા બસ સ્ટેશનમાં જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવા સાથે મુસાફરી પણ કરતા હોય છે. ત્યારે જેને લઈને અણબનાવ બનાવી શક્યતા વધી જતી હોય છે. જેને લઈને એસઓજીની ટીમ દ્વારા બંને સ્ટેશનોમાં પાર્ક કરેલી બાઈક, કારમાં પણ ચેકિંગ કરાયું હતું. પરંત ચેકિંગ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળી આવી ન હતી.
Reporter: admin