News Portal...

Breaking News :

વડોદરા ખોરાક શાખા દ્વારા કેરીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું

2024-05-18 16:15:43
વડોદરા ખોરાક શાખા દ્વારા કેરીની  દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું


વડોદરા : ઉનાળાની ઋતુમાં કેરી અને તેનો રસ ખાવાના ગુજરાતીઓ શોખીન હોય છે. કાચી કેરીઓને ઝડપથી પકવવા માટે કેરીના વેપારીઓ અવનવી રીતોનો ઉપયોગ કરતા હોય છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી પદ્ધતિથી કેરીઓ પકવવામાં આવતી હોવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે.


ખોરાક શાખા દ્વારા કેરીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે કાર્બાઇડનો ઉપયોગ દુકાનદારો કરે છે કે કેમ તેના માટે ચેકિંગ કરવામાં આવ્યું છે. કારબાઈટ વસ્તુની ઉપયોગ કેરી વહેલું પકાવવા માટે કરતા હોય છે જે નુકસાનકારક હોય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓને ત્યાં વડોદરા મહાનગર પાલિકાની ખોરાક દ્વારા મોટાપાયે ચેકીંગ કરવામાં આવ્યું છે. આ ચેકિંગ હાથ ધરવામાં આવતા કેરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે.


 ખોરાક સરખા દ્વારા કેટલાક કેરીઓના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

Reporter: News Plus

Related Post