News Portal...

Breaking News :

ન્યુઝ પલ્સની અસર. મદનઝાંપા સાયકલ બજારમાં ટ્રાફિક શાખાએ કરી દબાણ હટાવ ઝુંબેશ

2024-05-18 12:16:29
ન્યુઝ પલ્સની અસર. મદનઝાંપા સાયકલ બજારમાં ટ્રાફિક શાખાએ કરી દબાણ હટાવ ઝુંબેશ


ન્યાય મંદિરની પાછળ મદનઝાંપા રોડ પર જાણીતું સાયકલ બજાર આવેલું છે.આ સાયકલ બજારના વેપારીઓ ને સાયકલ અને તેને લગતી સામગ્રીને દુકાનમાં રાખીને વેચાણ કરવાનું જાણે કે ગમતું જ નથી. પરિણામે આ રસ્તાની ફૂટપાથો પર અને છેક રસ્તા સુધી દુકાનદારો સાયકલોનો ખડકલો કરે છે.રાહદારી ઓ અને વાહન ચાલકો માટે આ રસ્તો પસાર કરવો મુશ્કેલ બની જાય છે. ન્યુઝ પ્લસે બે દિવસ પહેલા જ આ દબાણોનો સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જાણે કે તેની નોંધ લીધી હોય તેમ શહેર પોલીસની ટ્રાફિક શાખાએ આજે મદનઝાંપા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસ દ્વારા દબાણ કરનારાઓ ને ચેતવણી આપવાની સાથે દુકાનદારો ના વિવિધ પ્રકારના દબાણો હટાવી ને,ફરીથી દબાણ ન કરવાની તાકીદ કરવામાં આવી હતી.


 જો કે આ વિસ્તાર શેઠની શીખામણ ઝાંપા સુધી ની કહેવતમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે અને દબાણ દેખાડા પૂરતા હટી જાય છે.  પછી મોકો જોઈને ફરીથી દબાણ કરવામાં આવે છે.વિગત વર્ષોમાં સંખ્યાબંધ વાર મનપા અને પોલીસ દ્વારા અહીથી ખાસ કરીને સાયકલના વેપારીઓના દબાણ હટાવવામાં આવે છે.ફરીથી આવું નહિ કરવાની તેમને ચેતવણી આપવામાં આવે છે.અને થોડા સમય પછી પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય છે. સરહદ પર પાકિસ્તાન  વારંવાર સીમાનું ઉલ્લંઘન કરે એવું અહીં પણ થાય છે.પોલીસ કે મનપાની ટીમ ત્રાટકે એટલે ડહાપણ બતાવી બધું હટાવી લેવામાં  આવે છે અને આ ટીમોની ઘોન્સ હટતા બિલ્લીપગે ફરીથી માલસામાન ગોઠવાઈ જાય છે.વિસ્તારના નગર સેવકોએ ઘણીવાર જાતે મ્યુ.ટીમની સાથે રહીને દબાણો હટાવ્યા છે પરંતુ એ નવેસર થી થતાં વાર લાગતી નથી.


લાગે છે કે દબાણ અમર છે અને દબાણ કરનારા નીડર છે. એટલે કાયમી ધોરણે આ વિસ્તારમાં થી દબાણ હટાવવા માટે દંડ ફટકારવો અને સમયાંતરે સાચા અર્થમાં આકસ્મિક દરોડા પાડવા પડશે.તો જ કાયમી ઉકેલ આવશે.

Reporter: News Plus

Related Post