આજે વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવી મ્યુઝિયમ સાથે સંકળાયેલા સમુદાય કરી રહ્યા છે. 1977માં ઇન્ટરનેશનલ કોમ્યુનિટી ઓફ મ્યુઝિયમ દ્વારા ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણીની શરૂઆત થઈ હતી. ત્યારે આજે 48માં વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે.
વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મુખ્ય બે સંગ્રહાલય છે એક લક્ષ્મીવિલાસ પેલેસમાં છે જ્યારે બીજું સયાજીબાગમાં આવેલ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી. આ ઉપરાંત ઘણા બધા લોકોએ પુરાણી વસ્તુઓ સંગ્રહિત કરી છે અને પોતાના ઘરમાં કે ઓફિસમાં સંગ્રહિત કરેલી છે. ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ વડોદરાના સયાજીબાગમાં આવેલું છે . સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) એ વડોદરા ની જનતાને આ સંગ્રહાલય ભેટ આપ્યું હતું. 129 વર્ષ પુરાણા બરોડા મ્યુઝિયમ ની ઈમારતનો શિલાન્યાસ1887માં કરાયો હતો જ્યારે તેનું બાંધકામ પૂર્ણ થતાં 1894માં તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બરોડા મ્યુઝિયમમાં ઇજિપ્તની બાળકીનું મમી , 72 ફૂટનું બ્લૂ વ્હેલનું હાડપિંજર, પ્રાણી પક્ષીઓ અને દરિયાઈ જીવોના અવશેષો સચવાયેલા છે.તેમજ વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના નમૂના મળી એક લાખ જેટલી વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે.
બરોડા મ્યુઝિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે.અહીં સંગ્રહિત વસ્તુઓની માહિતી ઓડિયો વિઝ્યુલ્સ સાથે ક્યુ.આર. કોડના માધ્યમ થકી મ્યુઝિયમ નિહાળવા આવતા મુલાકાતીઓને આપવામાં આવે છે. સાપ્તાહમાં ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવતા મુલાકાતીઓ ઢળતી સાંજે મ્યુઝિયમ ખાતે લેઝર શો પણ શરૂ કરવામાં આવ્યો છે આ લેઝર શોમાં દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ ની ઉપલબ્ધીઓ અને વડોદરાના ઇતિહાસની જાણકારી આપવામાં આવે છે.
Reporter: News Plus