સયાજીગંજ વિસ્તારમાં હજારો લીટર પાણી રસ્તાઓ પર વહી ગયું..લાગે છે કે શાસકો અને મનપા વડોદરાને બેંગલોર જેવું સ્માર્ટ બનાવવા સંકલ્પબદ્ધ છે પણ એ માત્ર પાણીની બાબતમાં.બેંગ્લોરમાં આ ઉનાળે પાણીની અતિશય તંગી પડી રહી છે અને લોકોને ખૂબ મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે.
વડોદરા પણ એ માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.રોજેરોજ શહેરના એકાદ બે વિસ્તારોમાં પાણી ઘરો સુધી પહોંચવા ને બદલે જમીનદોસ્ત થઈ જાય છે.રસ્તાઓ પર વગર ચોમાસે લિકેજનું પાણી વહી જાય છે અને ઘરોમાં પૂરતા દબાણથી પાણી મળતું નથી.
કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુધ્ધ પાણી માટે થશે.જો કે તે પહેલાં વડોદરામાં પાણીની અછતથી ગૃહ યુદ્ધ ફાટી નીકળે એવી સંભાવના છે. વડોદરા મહાનગર પાલિકાએ શહેરના સયાજીગંજ વિસ્તારમાં ડેરી ડેન સર્કલ સામે કોમર્સ ફેકલ્ટીની મુખ્ય ઈમારત પાસે કોઈ કામગીરી થઈ રહીછે.ત્યારે કોઈ ભૂલથી પાણી પુરવઠાની પાઇપ લાઇનમાં લીકેજ થતાં જોતજોતામાં હજારો લીટર પાણી વેડફાઇ ગયું હતું. પાણીનો આ બગાડ જોઈને જળમાં તરસે મરતી માછલી જેવી વડોદરાના લોકોની હાલત જોઈને રડવું કે દયા ખાવી એ સમજાતું નથી.
Reporter: News Plus