News Portal...

Breaking News :

મુખ્યમંત્રી તરીકે ચંદ્રાબાબુ નાયડુ શપથ લેશે

2024-06-12 13:25:41
મુખ્યમંત્રી તરીકે ચંદ્રાબાબુ નાયડુ શપથ લેશે


ચંદ્રાબાબુ નાયડુ આજે વિજયવાડામાં ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વિજયવાડા પહોંચ્યા છે. 


ચંદ્રાબાબુ નાયડુએ પોતે આ બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. નાયડુના શપથ સમારોહમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, BJP અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે સહિત NDA ના ઘણા નેતાઓ હાજર રહેશે. TDP સમર્થકો અને તેમના પરિવારના સભ્યોને શપથ ગ્રહણ સમારોહમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.આજે દક્ષિણમાં ભાજપની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. 


TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ આજે સવારે 11.27 કલાકે ચોથી વખત આંધ્રપ્રદેશaના CM તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જનસેના પ્રમુખ પવન કલ્યાણ ડેપ્યુટી CM તરીકે શપથ લેશે. તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. શપથ લેતા પહેલા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આંધ્રપ્રદેશની જનતાએ વિશ્વાસ કર્યો છે અને સરકાર બનાવવાની તક આપી છે, હવે લોકોની સેવા કરીને ઋણ ચૂકવવાનો વારો છે.

Reporter: News Plus

Related Post