News Portal...

Breaking News :

સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને ISO 9001:2015ના સર્ટિફિકેટ.

2024-08-22 13:09:22
સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને ISO 9001:2015ના સર્ટિફિકેટ.




 બીએસસીઆઈસી ના અધિકારી દ્વારા ધારસભ્ય કેયુર રોકડીયા ને અર્પણ કરવામાં આવ્યું
 સયાજીગંજ વિધાનસભાના "નારાયણ સેવા કાર્યાલય" ને ISO 9001:2015 ના સર્ટિફિકેટ આજરોજ બીએસસીઆઈસી ના અધિકારી દ્વારા માન. ધારસભ્ય કેયુરભાઈ રોકડીયા ને અર્પણ કરવામાં આવ્યું હતું.  એક વર્ષ ના કાર્યાલયની કાર્યરીતિ ને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ 2024 થી ઓગસ્ટ 2027 સુધી આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું દર વર્ષે આનું ફરીવાર પણ ઓડિટ કરવામાં આવશે.સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં ૭૦૦૦ જેટલા નાગરિકોએ મુલાકાત લીધેલ છે. સેવાકીય કાર્યક્રમો પૈકી ૪૦થી વધુ આધારકાર્ડના કેમ્પો, ૧૦થી અયુષ્માન કાર્ડનો કેમ્પો, ૧૦થી વધુ આવકના દાખલાના કેમ્પો, ૭ થી વધુ RTEના કેમ્પ કરી નાગરિકોને સરકારની યોજનાઓના લાભો આપાવ્યા. આવક ના દાખલા ના કેમ્પમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આખા વર્ષ દરમિયાન આધારકાર્ડના કેમ્પમાં 4200 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આયુષ્માન કાર્ડ કેમ્પમાં 700થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આરટીઇ યોજનામાં 140થી વધુ લાભાર્થીઓ લાભ લીધો અને શ્રમિક અંત્યોદય યોજના ના કેમ્પમાં 250 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. ઓફિસમાં નાગરિકોના પ્રશ્નોની રજીસ્ટ્રેશન ની પણ વ્યવસ્થા છે આશરે 368 જેટલી લેખિત ફરિયાદો એ ધારાસભ્યના કાર્યાલય ખાતે મળી હતી તેમાંથી 309 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ આઠ મહિનામાં google પર 5000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું તેની પણ નોંધ iso સંસ્થા દ્વારા લેવાય હતી. નારાયણસેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ દર શનિવારે "આયુષ્માન કાર્ડ" કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં નાગરિકો લાભ લઈ રહ્યા છે. 



આજરોજ ધારાસભ્ય દ્વારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના અધ્યક્ષ સી. આર.પાટીલ સાહેબ વિધાનસભાના અધ્યક્ષ શઁકરભાઈ અને દંડક બાળુભાઈ શુક્લ ની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી.
માનનીય મુખ્યમંત્રી શ્ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આઇએએસઓ સર્ટિફિકેટ મળવા બદલ સયાજીગં વિધાનસભા નારાયણ સેવા કાર્યાલય ને અભિનંદન આપ્યા હતા અને ઓફિસમાં સુચારું વ્યવસ્થા ની ગોઠવણી અને લોકોના પ્રશ્નોના સંદર્ભમાં ધારાસભ્યની નિયમિત ઓફિસમાં ઉપસ્થિતિ માટે પણ અભિનંદન આપ્યા હતા.


ભા.જ.પા. પ્રદેશના પ્રમુખ. સી.આર પાટીલ સાહેબે જણાવ્યું હતું કે, જે રીતે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયથી સેવાકીય કર્યો થઇ રહ્યા છે જેના માટે હું વિશેષ અભિનંદન આપું છું. 
માનનીય શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ ગુજરાતવિધાનસભા દ્વારા પણ એક  ધારાસભ્યની ઓફિસને આઇએસઓ સર્ટિફિકેટ મળે તે મોટી બાબત ગણીને અભિનંદન આપ્યા હતા.

Reporter:

Related Post