ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુંં સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરી દેવાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને છથી સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીનો દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. અંધશ્રદ્ધાને કાબુમાં રાખવા માટે દેશમાં ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક ઓડિશા, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યો આ પ્રકારનો કાયદો બનાવી ચૂક્યો છે. આમ, અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય છે. હવે આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે.
આજથી ગુજરાત વિધાનસભાનાનું ત્રિદિવીય ચોમાસું સત્ર શરૂ થયું છે, જેમાં બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલ મુજબ અંધશ્રદ્ધા કરાવનાર, ઘડનાર અને આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનાર સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે. આમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળવાની સાથે 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ છે. જો કે, આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલ પછી ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવતાં 7મું રાજ્ય બનશે.
...
Reporter: admin