News Portal...

Breaking News :

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક : બે યુવકો બાઈક સાથે કાફલામાં ઘૂસી ગયા

2024-07-20 17:49:16
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક : બે યુવકો બાઈક સાથે કાફલામાં ઘૂસી ગયા




રાંચી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. રાંચીમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા બે યુવકો બાઈક સાથે કાફલામાં ઘૂસી આવ્યા હતા. આ લોકોએ કાફલાનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે



ફરજ પરના DSP હાટિયા પ્રમોદ કુમાર મિશ્રાએજનાવ્યું હતું કે, આરોપીઓ કાફલામાં પ્રવેશી શક્યા નહતા, પરંતુ તેઓ વધુ ઝડપે બાઈક ચલાવી રહ્યા હતા અને કાફલાનો પીછો કરી રહ્યા હતા. આ કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા યુવકો નશામાં હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, એક યુવકની ઓળખ અંકિત અને બીજાની મોહિત તરીકે થઇ છે. બંનેને જગન્નાથપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિત શાહ આજે BJP ના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાંચી પહોંચ્યા છે. જ્યારે તેમનો કાફલો બિરસા મુંડા એરપોર્ટથી ઘુરવાના પ્રભાત તારા મેદાન તારદ આગળ વધી રહ્યો હતો, ત્યારે એક બાઈક સવાર બે યુવકો તેમના કાફલામાં ઘૂસી ગયા અને તેજ ગતિએ બાઈક ચલાવવા લાગ્યા. જોકે, રૂટ લાઈન પર ઉભેલી પોલીસે તત્પરતા દાખવી બંને યુવકોને પકડી લીધા હતા.

Reporter: admin

Related Post