News Portal...

Breaking News :

નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ પત્રકારની ધરપકડ કરી

2024-06-29 17:46:51
નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ પત્રકારની ધરપકડ કરી


નીટ પેપર લીક કેસમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં સીબીઆઈએ ગુજરાતના 4 જિલ્લામાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ગુજરાતમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદના સ્થળો પર દરોડા પાડ્યા છે.જ્યારે આ કેસમાં જ સીબીઆઈએ હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ ધરપકડ કરી છે. જમાલુદ્દીન પર પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાનો આરોપ છે. જમાલુદ્દીન ફોન દ્વારા પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલના સતત સંપર્કમાં હોવાનું કોલ ડિટેઈલ્સમાં જાણવા મળ્યું છે. પૂછપરછ દરમિયાન તે પેપર લીકમાં પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલને મદદ કરતો હોવાનું બહાર આવ્યું હતું.


સીબીઆઈએ ગુજરાતના ગોધરામાં 5 મેના રોજ NEET-UG પરીક્ષામાં ગેરરીતિમાં કથિત સંડોવણી બદલ ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ લોકોમાંથી ચારના ચાર દિવસના રિમાન્ડની અપીલ કરી હતી. સીબીઆઈના વકીલ ધ્રુવ મલિકે જિલ્લા અદાલતને માહિતી આપી હતી કે ગુજરાત પોલીસે અગાઉ તપાસ કરી હતી, પરંતુ એજન્સીને આ આરોપીઓને કસ્ટડીમાં લેવાની જરૂર હતી કારણ કે તે નવેસરથી તપાસ કરી રહી હતી.CBI એ પાંચ લોકોના રિમાન્ડની માંગણી કરી રહી છે જેમને ગુજરાત પોલીસ દ્વારા 8 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેના પછીના સપ્તાહમાં, શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, જય જલારામ સ્કૂલના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને વચેટિયા વિભોર આનંદ અને આરિફ વોહરા. સીબીઆઈએ શિક્ષણ સલાહકાર પરશુરામ રોયના રિમાન્ડની માંગણી કરી ન હતી. પાંચેય લોકો હાલ ગોધરા સબ જેલમાં બંધ છે.

Reporter: News Plus

Related Post