News Portal...

Breaking News :

ટેન્ક અભ્યાસમાં અચાનક નદીનું જળસ્તર વધ્યું પાંચ જવાન શહીદ

2024-06-29 17:42:59
ટેન્ક અભ્યાસમાં અચાનક નદીનું જળસ્તર વધ્યું પાંચ જવાન શહીદ


લદ્દાખ : દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં વહેલી સવારે 3 વાગે ઘટના બની. સેક્ટરમાં નદી પાર કરવાની કવાયત દરમિયાન ત્યાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે એક દુર્ઘટના બની હતી. સેનાના જવાનોના જીવ જવાની આશંકા છે. 


લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક રક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે, શુક્રવારના રોજ ટેન્ક અભ્યાસ દરમિયાન નદી પાર કરતા સમયે અચાનકથી જળસ્તર વધી જતા પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો છે.


સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ગઈકાલે સાંજે નદી પાર કરવાની કવાયત દરમિયાન એક જેસીઓ અને ચાર જવાન સહિત પાંચ ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તમામ પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

Reporter: News Plus

Related Post