ન્યાયમંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ના દબાણો અચાનક ગાયબ થયા આજે કેન્દ્રીય ગૃહમઁત્રી અમિત શાહ નો રોડ શો હોવાથી સવાર થીજ આ વિસ્તાર મા દબાણો જોવા મળ્યા નથી લોકો કહે છે આવુ કાયમ માટે રહેવું જોઈએ એક જાગૃત નાગરિકે આ વિડિયો વાયરલ કરતા ભારે કુતુહલ જોવા મળ્યું હતું. લોકો કહે છે કે રોજ શહેર મા મઁત્રીઓ આવવા જોઈએ તો રોડ રસ્તા સાફ રહે અને શહેરીજનોને ને દબાણો માંથી મુક્તિ મળે તેમજ જે રોડ પરથી અમિત શાહ નો રોડ શો પસાર થવાનો છે ત્યાં દબાણ આજના દિવસ માટે જ હટાવી દેવાયા છે. રાતોરાત રોડ નું સમાર કામ કરી દેવાયું છે ફૂટપાથ રંગરોગાન કરી દેવાયું છે અર્થાત રોડ શો ના રૂટ ને ટકાટક બનાવી દેવાયો છે. પરંતુ આ બઘું માત્ર આજના એક દિવસ માટે જ જોવા મળશે. આવતી કાલે પરિસ્થિતિ જે સે થે જોવા મળશે. ન્યાંયમંદિર વિસ્તાર મા ફરી દબાણો નો રાફડો જોવા મળશે. તંત્ર ધ્યાન આપે તો ન્યાય મંદિર વિસ્તારમા કાયમી દબાણો હટાવી શકે છે. પરંતુ તંત્ર જ આખ આડા કાન કરે તો ફરિયાદ કરવા ક્યાં જવુ. જેવો ઘાટ સર્જાયો છે.
Reporter: News Plus