News Portal...

Breaking News :

વડોદરા કમળાબેન બધિર વિદ્યાલય ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

2024-04-27 17:28:14
વડોદરા કમળાબેન બધિર વિદ્યાલય ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ના ભાગરૂપે રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણાં અને વિકાસ નિગમ તેમજ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા,નવી દિલ્હીના સહયોગથી કમળાબેન બધિર વિદ્યાલય, કારેલીબાગ,વડોદરા ખાતે  દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.ચરિત્ર નિર્માણ સંસ્થાના શ્રી રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું કે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માત્ર મતદાન એ રાષ્ટ્ર ધર્મ છે.લોકસભા ચૂંટણીમાં તેમણે વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.નિગમના સહાયક મેનેજરશ્રી મનું મિશ્રાએ દિવ્યાંગ મતદારોને પ્રેરણા આપતા ચૂંટણીના પર્વને એક ઉત્સવ તરીકે મનાવી  અન્ય પાંચ લોકોને મતદાન કરાવવા જણાવ્યું હતું. સંસ્થાના પ્રો.જે.એમ પનારાએ સંસ્થાની વિગતો આપી હતી.સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશીએ ચૂંટણીમાં મતદાનનું મહત્વ સમજાવી ચૂંટણીમાં દિવ્યાંગજનો માટે મતદાન મથકો ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓ અંગેની માહિતી આપી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિતોને મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મયંક ત્રિવેદી,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ભરત પંચોલી, મુક ધ્વનિ ટ્રસ્ટનાશ્રી રિકેશ દેસાઈ, શ્રી રવિ શંકર, દિવ્યાંગજનો સહિત શાળાના આચાર્ય શ્રી દિપક બારોટ,સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Reporter: News Plus

Related Post