News Portal...

Breaking News :

વડોદરામાં અમિત શાહ રોડ શો કરી ઉમેદવાર ડો. હેમાંગ જોષીનો ચૂંટણીપ્રચાર કરશે

2024-04-26 17:06:38
વડોદરામાં અમિત શાહ રોડ શો કરી ઉમેદવાર ડો. હેમાંગ જોષીનો ચૂંટણીપ્રચાર કરશે

રણમુક્તેશ્વરથી માર્કેટ ચાર રસ્તા સુધી રોડ શોના રુટ પર ભાજપે અમિત શાહના સ્વાગત માટે લગાવ્યા હોર્ડિંગ્સ.અમિત શાહના હોર્ડિંગ્સ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા.પોલીસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રુટ પર કરી ફૂટ માર્ચ.વડોદરામાં આવતીકાલે સાંજે અમિત શાહ રોડ શો યોજાશે. ત્યારે શહેરમાં અમિત શાહના રોડ શોના લાગેલા હોર્ડિંગ્સ આદર્શ આચાર સંહિતાના કારણે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તો પોલીસે અમિત શાહના રુટ પર ફૂટ માર્ચ કર્યું હતું.વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠકો પર ૭મીએ મતદાન થવાનું છે. ત્યારે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર અંતિમ દિવસોમાં વેગવંતો બનાવવામાં આવનાર છે. વડોદરામાં આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીના પ્રચાર અર્થે રોડ શો યોજાવાના છે. આ રોડ શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૃ થશે. જે નાની શાકમાર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર અને તાડફળિયા થઇ માર્કેટ ચાર રસ્તા પૂર્ણ થશે. રોડ શો સાંજે ૭ વાગે શરૃ થશે. પોલીસે રોડ શોના રૃટ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું. અને બંદોબસ્ત માટે કયાં પોઇન્ટ મૂકવા તેની પણ વિચારણા કરી હતી. ત્યારે ભાજપ પક્ષ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં અમિત શાહને સ્વાગત કરવા માટેના હોલ્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા હતા. તે સંદર્ભે ચૂંટણી પંચને આચારસહિતા ભંગની ફરિયાદ મળતા ચૂંટણી શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સુધી સમગ્ર રોડ શો ના રૂટ ઉપર આવતા તમામ હોર્ડિંગ્સ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડોદરા આવવાના હોઈ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. IBના ઇનપુટ પ્રમાણે વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટથી અમિત શાહના રુટ પર ફૂટ માર્ચ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો બંદોબસ્ત પણ વડોદરા આવી પહોંચ્યો છે. વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા સહિતના ઉચ્ચાધિકારીઓ અને પોલીસ જવાનોએ ફૂટ માર્ચ કરી હતી.

Reporter: News Plus

Related Post