News Portal...

Breaking News :

ગાંધીધામથી ફરવા આવેલા બે યુવકો દરિયામાં તણાયા

2024-07-23 09:57:33
ગાંધીધામથી ફરવા આવેલા બે યુવકો દરિયામાં તણાયા


ભુજ: કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ ખાતે ફરી એક વખત જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર એવા માંડવીના રમણીય વિન્ડફાર્મ બીચ ઉપર ગાંધીધામથી ફરવા આવેલા બે યુવકો દરિયામાં તણાયા હતા. સ્થાનિક લોકોએ જીવન જોખમે બંનેને બચાવ્યા હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ પર કચ્છના ગાંધીધામથી જ ફરવા આવેલા બે યુવકો ઇન્સ્ટા રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમ્યાન રફ બનેલા દરિયામાં બન્ને યુવકો તણાયા હતા. જો કે આ સમયે ત્યાં હાજર લોકોમાંથી કેટલાક સાહસિક લોકોએ જીવના જોખમે બચાવ્યા હતા. વરસાદી સિઝન અને પૂનમના સમયમાં ભારે તોફાની બનેલા સમુદ્રમાં પોતાના જીવનાઆ જોખમે યુવકોને બચાવીને જિંદગી બચાવી હતી.


આ બનાવ અંગે વધુ વિગતો આપતા અમરનાથ બાવાજીએ જણાવ્યું હતું કે, ગાંધીધામની એક કંપનીમાં નોકરી કરતાં સુનીલ રવિકુમાર શર્મા અને રવિકુમાર કિશોરીલાલ શર્મા નામના બે વ્યક્તિ વિન્ડફાર્મ બીચ પર રીલ્સ બનાવી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવી ચડેલું મોજું તેમને અંદર ખેંચી ગયું હતું. આ બનાવ તેમની નજરની સામે જ બન્યો હતો. આથી તેમણે અને નરેન સોની તેમજ અન્ય તરવૈયાઓએ તાત્કાલિક દરિયામાં ઝંપલાવી ડૂબી રહેલા યુવકોને જીવના જોખમે બહાર કાઢ્યા હતા.

Reporter: admin

Related Post