News Portal...

Breaking News :

બે મહિલાને ઊંડો ખાડો ખોદી જીવતી દાટી દેવાનો પ્રયાસ

2024-07-23 09:52:01
બે મહિલાને ઊંડો ખાડો ખોદી જીવતી દાટી દેવાનો પ્રયાસ

 

ભોપાલઃ દેશ આઝાદ થયાને ૭૭ વર્ષ બાદ પણ મહિલાઓ પરના અત્યાચારના બનાવો બનતા આવ્યા છે.મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં બની છે જ્યાં પોતાની જમીન પર રોડ રસ્તો બનાવતા લોકોનો વિરોધ કરતી બે મહિલાને ઊંડો ખાડો ખોદી જીવતી દાટી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


આ ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે અને વિપક્ષે મધ્ય પ્રદેશની ભાજપ શાસિત સરકાર પર સવાલ ઊભા કર્યા છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ બહાર આવેલી હકીકતો અનુસાર ખાનગી જમીન પર રોડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આશા પાંડે અને મમતા પાંડે આ બાબતનો વિરોધ કરી રહી હતી. ડમ્પર રસ્તા પર માટી નાંખવા માટે આગળ વધ્યું કે તરત જ મહિલાઓ તેની પાછળ જઈ ઊભી રહી ગઈ.પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ પારિવારિક મતભેદોનો છે. જમીન મામલે પરિવારમાં મતભેદ ચાલી રહ્યા છે. 


આ કેસમાં પોલીસે ડમ્પર કબજે કર્યું છે. આરોપી વિપિન પાંડેની પોલીસે અટકાયત કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. મહિલાઓની પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, જ્યાંથી તેમને રજા આપવામાં આવી છે.અહીં ફરિયાદી આશા પાંડેના પતિ સુરેશ પાંડે (25 વર્ષ)એ પોલીસને જણાવ્યું હતું કે તેમનો તેમના પિતા ગૌકરણ પાંડે સાથે તેમની સહિયારી જમીન પર રસ્તાના અધિકારને લઈને વિવાદ છે. શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે, ગૌકરણ પાંડે અને સાળો વિપિન પાંડે વિવાદિત જમીન પર રસ્તો બનાવવા માટે હૈવાથી માટી લઈ આવ્યા હતા.તે જ સમયે ડમ્પર ચાલકે આ મહિલાઓ પર માટી ભરેલી ટ્રોલી ખોલી નાખતા મહિલાઓ માટી નીચે દટાઈ ગઈ હતી. ગ્રામજનોની મદદથી દટાયેલી મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. જો થોડો વિલંબ થયો હોત, તો મહિલાઓ મૃત્યુ પામી શકે છે.

Reporter: admin

Related Post