આજે જયારે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકામાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ જો સફળ કરવો હશે અને શહેરીજનોને ખરા અર્થમાં પૂરના ખતરાથી બચાવવા હશે તો વિશ્વામિત્રીની ફરતે થયેલા ગેરકાયદેસરના દબાણો તોડવાની ખાસ જરુર છે.
આ દબાણો ભલે રાજકીય નેતાઓના હોય કે પછી માનીતા બિલ્ડરોના હોય પણ શહેરીજનોના હિતમાં આ દબાણો તોડવા જ જોઇએ તો જ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સફળ થશે, નહીતર કરોડો રુપિયા ખર્ચાશે પણ વડોદરાવાસીઓને તેનો કોઇ લાભ નહીં મળે. ફક્ત વિશ્વામિત્રનું પાણી ખતરાના લેવલ પર આવે ત્યારે જ પૂર આવે એમ નહીં, પણ વિશ્વામિત્રી ખાલી હોય ત્યારે, એક-બે ઈંચ વરસાદ હોય તો પણ શહેરમાં પાણી ભરાઇ જાય છે. આ પરિસ્થીતીથી શહેરીજનોને બચાવવાની જરુર છે. વિશ્વામિત્રીમાં પાણી આવે કે ના આવે પણ એક-બે ઇંચ વરસાદ પડે તો પણ શહેરના ઘણા એવા વિસ્તાર છે જે જળબંબાકાર થઇ જાય છે. વરસાંદી કાંસોમાં કચરો અને ગંદકીના થર જામેલા હોય છે અને તેની સફાઇ એવી રીતે કરાય છે કે ચોમાસામાં આ કાંસોનું પાણી રીતસર ઉભરાઇને સમગ્ર વિસ્તારને જળબંબાકાર બનાવી દે છે. ડ્રેનેજનું પાણી વરસાદી કાંસમાં વહી જાય છે તે બંધ કરાવવું જોઇએ. વરસાદી કાંસો અને તમામ ગટરો રોજે રોજ સાફ થવી જોઇએ અને તેનું કડકાઇથી મોનિટરીંગ થવું જોઇએ.
આ કાંસો અને ગટરો બારે મહિના સાફ રહેવી જોઇએ અને ખાસ કરીને ગાયકવાડી શાસન સમયની કાંસો ખોલી દેવી જોઇએ. જેની ઉપર પણ અત્યારે ગેરકાયદેસરના દબાણો થઇ ગયા છે. તળાવના દબાણો અને પુરવાની પ્રક્રિયા પર રોક લગાવો અને આવું ગેરકાયદેસરના કામો કરનારાઓ સામે ગુનો દાખલ કરો તો જ શહેરીજનો પુર અને વરસાદી પાણી ભરવાની સમસ્યાથી બચી શકશે. વિશ્વામિત્રી નદીને સાફ કરવાના નામે કરોડો રૂપિયા ચવાઈ જાય છે.વડોદરાની વચ્ચેથી 16 થી 23 કિલોમીટર વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે.આ નદી એટલી સુંદર છે અને સર્પાકારે જઈ રહી છે. વિશ્વામિત્રી નદીને સાફ કરવાના નામે કરોડો રૂપિયા ચવાઈ જાય અને બીજા વર્ષે પાછી નદી એવીને એવી થઈ જાય.આ નિષ્ફળ કોર્પોરેશને વડોદરાની વસ્તી વધતી ગઈ,સંખ્યા વધતી ગઈ. ડ્રેનેજના પ્રશ્નો હલ નથી થયા, ડ્રેનેજનું પાણી કેવી રીતે છોડવું તેનું પંમ્પિંગ કેવી રીતે કરવું,સુવેઝના પ્લાન્ટ કેવી રીતે કરવા, એ પ્રશ્નો હલ નથી થતા.આ વિશ્વામિત્રી નદીમાં બધે જ બાકોરા પાડી પાડીને ડ્રેનેજના દૂષિત પાણી છોડી દીધા છે. વિશ્વામિત્રી, પવિત્ર નદીને એકદમ મલિન,ગંદી અને મળમૂત્ર વહેતી નદી બનાવી દીધી.આ ઉપરાંત જ્યારે આ વિશ્વામિત્રી નદી જેનો પટ અમુક જગ્યાએ કુદરતી પહોળો છે તો અમુક જગ્યાએ સાંકડો છે. શાસકો પોતાની માલિકીની જમીનમાં મોટા મોટા બિલ્ડીંગ બાંધી દીધા NA કરી લીધી અને આ બાંધકામોને કારણે નદી સાંકડી થતી ગઈ. કદાચ એક ઇંચ બે ઇંચ કે પાંચ ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડે તો, વડોદરા વેનિસ સિટી જેવું બની જાય છે.અને બધે જ કમર જેટલા પાણી ભરાઈ જાય છે.કેમકે આ પાણીનો નિકાલ કાંસ મારફતે વિશ્વામિત્રી નદીમાં થતો હતો.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ જવાબદાર નદીની આસપાસના કેટલાક વિસ્તારના ઉદ્યોગો દ્વારા રાત્રીના અંધકારમાં કેટલાક મળતીયાઓની મદદથી ટેન્કરોના ટેન્કર પ્રદૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવી દેવામાં આવે છે અને તેના માટે તંત્ર દ્વારા પણ આ ખાડા કાન કરી દેવામાં આવે છે આ અંગે અનેકવિધ ફરિયાદો તંત્રને કરવામાં આવી છે તેમ છતાં આજથી સુધી જવાબદાર ઉદ્યોગ સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. અથવા તો કોઈ પણ જવાબદાર ઉદ્યોગપતિ પકડાયો નથી. વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આવી રહ્યું છે તે જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કોઈક અધિકારીના છુપા આશીર્વાદ પણ હોઈ શકે.વિશ્વામિત્રીનો વિકાસ અધુરો અગાઉના નેતાઓએ આ પ્રોજેક્ટ અંગે માત્ર વાતો જ કરી. પરંતુ હજુ સુધી આ પ્રોજેક્ટ માત્ર પેપર ઉપર જ રહ્યો છે. ભુતકાળમાં જ્યારે નરેન્દ્ર મોદી સરકારે જયારે શાસનના 9 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે આ 9 વર્ષની ગૌરવ ગાથાની ઉજવણી કરવા એક મહિનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતની જ્યારે પત્રકાર પરિષદ યોજવામાં આવી ત્યારે તેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સવાલો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે સંસદે જણાવ્યું હતું કે હાલ તેનો DPR ( ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ ) બની રહ્યો છએજન્સી તેના ઉપર કામ કરી રહી છે. અને આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર યોગદાન આપશે અને જરુર પડ્યે કેન્દ્ર સરકાર પણ યોગદાન આપશે. ત્યાર બાદ આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેમ પૂછતાં સાંસદ બહેને રોકડું ચોપડ્યું હતું કે હું કોર્પોરેશનમાં નથી જેથી મને કેવી રીતે ખ્યાલ હોય. જો કે ત્યાર બાદ નજીકમાં બેઠેલ ધારાસભ્ય કેયુર રોકડીયાએ સુર પુરાવતા બહેને ફેરવી દીધું હતું અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનો DPR બની જશે અને કામ શરુ થશે. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે શું વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ થાય અને તેનું બ્યુટીફીકેશન થાય તેમાં કોઈને રસ જ નથી? માત્ર વાહ વાહી લૂંટવામાં જ રસ છે કે પછી આ મુદ્દે સહુ કોઈક કારણોસર અકળ મૌન ધારણ કરી રહ્યા છે.
Reporter: admin